26.9 C
Ahmedabad
Tuesday, March 3, 2026

રવિન્દ્ર જાડેજા કાનપુર ટેસ્ટમાં ખાસ સિદ્ધિ મેળવે તેવી શક્યતા, એક વિકેટ લઇને બનાવશે મોટો રેકોર્ડ


 

ભારતીય ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા કાનપુર ટેસ્ટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. એક વિકેટ લઈને તે ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરશે. આ સાથે તે કપિલ દેવ, અનિલ કુંબલે, હરભજન સિંહ, ઝહીર ખાન, રવિચંદ્રન અશ્વિન અને ઈશાંત શર્મા પછી આવું કરનાર સાતમો બોલર બની જશે. ડાબા હાથના બોલરે ચેપોક ટેસ્ટમાં કુલ પાંચ વિકેટ લીધી હતી. હવે તે વિશેષ સિદ્ધિથી માત્ર એક વિકેટ દૂર છે.

ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર

ખેલાડી            મેચ            વિકેટ

અનિલ કુંબલે    132          619

રવિચંદ્રન અશ્વિન 101        522*

કપિલ દેવ             131      434

હરભજન સિંહ     103       417

ઈશાંત શર્મા          105      311

ઝહીર ખાન            92      311

રવિન્દ્ર જાડેજા        73     299*

35 વર્ષીય ઓલરાઉન્ડરની નજર વધુ એક રેકોર્ડ પર છે. આગામી મેચમાં એક વિકેટ લઈને તે પોતાના નામે માત્ર 300 ટેસ્ટ વિકેટ જ નોંધાવશે નહીં, આ સિવાય તે આ ફોર્મેટમાં 300 વિકેટ અને 3000 રન પૂરા કરનાર 11મો ખેલાડી બની જશે. આ સાથે જ તે આવું કરનાર ભારતનો ત્રીજો ખેલાડી બનશે. જાડેજા પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ 434 વિકેટ અને 5248 રન અને અનુભવી ઓફ સ્પિન ​​રવિચંદ્રન અશ્વિન (522 વિકેટ અને 3422 રન આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -