28.1 C
Ahmedabad
Tuesday, March 3, 2026

PM મોદી અમેરિકા જવા રવાના; ક્વાડમાં ભાગ લેશે, યુએન સમિટને સંબોધશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે રવાના થયા હતાં..આ મુલાકાત દરમિયાન તેઓ વાર્ષિક ‘ક્વાડ’ સમિટમાં ભાગ લેશે..સાથો સાથ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘સમિટ ઓફ ધ ફ્યુચર’ને પણ સંબોધિત કરશે.વિદેશ મંત્રાલયે મંગળવારે તેમની મુલાકાતની માહિતી આપી હતી.

અમેરિકા જતા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘હું ક્વાડ સમિટમાં મારા સાથી રાષ્ટ્રપતિ બિડેન, વડાપ્રધાન અલ્બેનીઝ અને વડાપ્રધાન કિશિદા સાથે મુલાકાત કરવા આતુર છું. આ ફોરમ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરતા સમાન વિચારધારાના દેશોના અગ્રણી જૂથ તરીકે ઉભરી આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 21 સપ્ટેમ્બરથી શરૂ થતી અમેરિકાની 3-દિવસીય મુલાકાત પર, ભારતીય-અમેરિકન યુએસ કોંગ્રેસમેન શ્રી થાનેદારે જણાવ્યું કે, ‘અમેરિકામાં રહેતા ભારતીય પ્રવાસીઓ વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. એવા ઘણા લોકો છે જેઓ વડાપ્રધાન મોદીને પ્રેમ કરે છે…તેઓ દેશ માટે તેમણે કરેલા કામની પ્રશંસા કરે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને કારણે ભારત એક સુપર ઇકોનોમિક પાવર બની ગયું છે. સમગ્ર અમેરિકામાં વસતા ભારતીયો -અમેરિકનો ખૂબ જ ઉત્સાહિત છે. જ્યારે વડાપ્રધાન મોદી અમેરિકા પહોંચે ત્યારે તેમનું સ્વાગત કરવા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -