
PM નરેન્દ્ર મોદી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ગુરુવારે શ્રીનગર અને કટરામાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. કટરામાં ચૂંટણી રેલી કરતા પહેલા તેઓ માતા વૈષ્ણોદેવીના દર્શન કરશે.
PM નરેન્દ્ર મોદી બપોરે કટરા પહોંચશે. તેમની ચૂંટણી સભા શ્રાઈન બોર્ડના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં યોજાશે. આ માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
બુધવારે SPG કમાન્ડોએ, વડાપ્રધાનના કાફલાના રૂટ પર રિહર્સલ પણ કર્યું હતું. સૂત્રોએ કહ્યું કે વડાપ્રધાન ધર્મનગરીમાં રોડ શો કરે તેવી શક્યતા છે. આ પહેલા વડાપ્રધાન શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં ચૂંટણી રેલી કરશે. તેમાં પાર્ટીના 30 હજારથી વધુ કાર્યકર્તાઓ ભાગ લે તેવી શક્યતા છે.
ભાજપના કાશ્મીર એકમના વરિષ્ઠ નેતા અલ્તાફ ઠાકુરે કહ્યું કે,,તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સમગ્ર શહેરમાં 20 હજાર જેટલા ધ્વજ લગાવવામાં આવ્યા છે. ચૂંટણી વચ્ચે વડાપ્રધાનની આ ત્રીજી મુલાકાત હશે. તેમણે તાજેતરમાં 14મી સપ્ટેમ્બરે ડોડામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી.

