
દેશભરમાં ગણેશ ઉત્સવ અને રંગેચંગે ગણેશ વિસર્જનની ઉજવણી થઈ..

અમદાવાદમાં પણ ગણેશ વિસર્જનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે.


અમદાવાદના શાસ્ત્રીનગર ઘાટલોડિયામાં રહેતા લોકગાયિકા રૂપલબા ડાભી દ્વારા પણ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું..રૂપલબા છેલ્લા 6 વર્ષથી “મારા ગણેશ માટીના ગણેશ” થીમ પર પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરે છે.

પર્યાવરણને ધ્યાનમાં રાખી દર વર્ષે માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે.રૂપલબાએ પોતાના મધુર કંઠ થકી 11 દિવસ બાપ્પાની આરાધના,ગુણગાન ગાયા હતા..

મહત્વનું છે રૂપલબા તેમના સમાજનું ગૌરવ છે.. છેલ્લા ઘણા વર્ષોથી સંગીત સાથે જોડાયેલા છે..તેમની ગાયિકીથી લોકો ઝુમી ઉઠતા હોય છે..ગણેશજીના આ 11 દિવસ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મહા આરતીમાં જોડાયા હતા.

આ ઉપરાંત ખાસ વાત એ છે કે છેલ્લા દિવસે રૂપલબાએ બાપ્પાને 56 ભોગ અર્પણ કરી ” અગલે બરસ તું જલ્દી આ..ના નાદ સાથે તેમને વિદાય આપી હતી.

