
ન્યુયોર્કમાં BAPS મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી…. ત્યારબાદ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે..બીજી તરફ ભારતીય કોન્સ્યુલેટ જનરલે આ ઘટનાની નિંદા કરી હતી..
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી..તેમણે કહ્યું કે , “ન્યુયોર્કના મેલવિલેમાં BAPSના સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના અસ્વીકાર્ય છે. ભારતના કોન્સ્યુલેટ જનરલ સમુદાયના સંપર્કમાં છે અને આ મામલે અમેરિકી કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે સમજૂતી કરશે અને તેમની સામે કડક પગલાં લેવા વિનંતી કરી છે.
હિંદુ-અમેરિકન ફાઉન્ડેશને એક પોસ્ટમાં જણાવ્યું કે, “મેલવિલેમાં હિંદુ મંદિર અને હિંદુ સંસ્થાઓને મળેલી તાજેતરની ધમકીઓને પગલે નાસાઉ કાઉન્ટીમાં આ સપ્તાહના અંતમાં એક વિશાળ ભારતીય સમુદાયના મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે.” એવું પણ જાણવા મળ્યું કે,ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ભારતીય સમુદાય અને સંસ્થાઓને ધમકી આપતો વીડિયો પણ જાહેર કર્યો હતો. ન્યૂયોર્કમાં મંદિર તોડફોડની ઘટના કેલિફોર્નિયા અને કેનેડાની ઘટનાઓ જેવી જ છે. “શીખ ફોર જસ્ટિસ”ના ગુરપતવંત પન્નુએ તાજેતરમાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો….જેમાં HAF સહિતની હિંદુ અને ભારતીય સંસ્થાઓને ધમકી આપવામાં આવી હતી…આ ઘટના ન્યૂયોર્ક, કેલિફોર્નિયા અને કેનેડાના મંદિરોમાં બની હતી.. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે,જે રીતે હુમલાઓ થયા હતા.
યુ.એસ.એમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે મેલવિલેમાં બી.એ.પી.એસના સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની નિંદા કરી હતી. તેમણે આ ઘટનાને અસ્વીકાર્ય ગણાવી હતી. તેમણે અમેરિકન કાયદા અમલીકરણ અધિકારીઓ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો.. આ ઘટનામાં સામેલ ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી હતી..આ સિવાય હિંદુ-અમેરિકન ફાઉન્ડેશને યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટને આ મામલે તપાસ કરવા વિનંતી કરી છે.

