26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

PM આવાસમાં નવા મહેમાનનું આગમન, નામ રાખ્યું ” દિપજ્યોતિ “


PM આવાસમાં નવા મેહમાનનું આગમન થયું છે.. આ નવા મહેમાનનું નામ ” દિપજ્યોતિ ” રાખ્યું છે..વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના નિવાસ સ્થાન પર ગાયના વાછરડા સાથે જોવા મળ્યા હતાં..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે – ગાવ: સર્વસુખ પ્રદા:. લોક કલ્યાણ માર્ગ પરના પ્રધાનમંત્રી આવાસ પરિવારમાં નવા સભ્યનું શુભ આગમન થયું છે.

આ પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું કે, વડાપ્રધાનના આવાસ પર, પ્રિય માતા ગાયે એક નવા વાછરડાને જન્મ આપ્યો છે..જેના કપાળ પર જ્યોતિનું પ્રતીક છે. તેથી મેં તેનું નામ ‘દીપજ્યોતિ’ રાખ્યું છે.

એક વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાયના બચ્ચાને પ્રેમ કરતા જોવા મળ્યા હતાં..મોદી વાછરડા પર તિલક લગાવે છે…અને તેને ફૂલોની માળા પહેરાવે છે.. ત્યારબાદ મોદી વાછરડાને ખોળામાં લઈને બગીચામાં ફરતા જોવા મળે મળ્યા હતાં.

PM મોદીનો આ વીડિયો વાયરલ થયો છે..લોકો વીડિયોને ખૂબ જ પસંદ કરવા લાગ્યા છે..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -