
વડાપ્રધાન મોદીએ છ વંદે ભારત ટ્રેનને દેખાડી લીલી ઝંડી આપી હતી… આ ટ્રેનો થકી બિહાર-ઝારખંડ સહિત 4 રાજ્યોને ફાયદો થશે.
PM નરેન્દ્ર મોદીએ રવિવારે છ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી.વડાપ્રધાને આ ટ્રેનોને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવી હતી. રેલવે મંત્રાલયનું કહેવું છે કે આ ટ્રેનો કનેક્ટિવિટી, સુરક્ષિત મુસાફરી અને મુસાફરો માટે સુવિધાઓ વધારશે. આ નવી વંદે ભારત ટ્રેનોની રજૂઆત બાદ તેમની સંખ્યા 54 થી વધીને 60 થઈ ગઈ છે. વંદે ભારત ટ્રેન દરરોજ 120 ટ્રીપ દ્વારા 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 280 થી વધુ જિલ્લાઓને આવરી લેશે.

