
કોલકાતાના એસ.એન. બેનર્જી રોડ પર બ્લાસ્ટ થયો હતો.આ બ્લાસ્ટમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો..બ્લાસ્ટની ઘટના બાદ કોલકાતા પોલીસે તપાસ હાથ ધરી હતી…આ બ્લાસ્ટમાં એક કચરો ઉઠાવનાર વ્યક્તિ ઘાયલ થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું..
પોલીસને બપોરે પોણા બે વાગ્યે બ્લોચમેન સેન્ટ અને એસએન બેનર્જી રોડ પાસે બ્લાસ્ટની સૂચના મળી હતી. સૂચના મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.. વ્યક્તિના જમણા કાંડામાં ઈજા પહોંચી હતી… પ્રાથમિક તપાસમાં પ્લાસ્ટિકની એક બોરીમાં બ્લાસ્ટ થયો હોવાની માહિતી બહાર આવી હતી…

