31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ઓગસ્ટમાં મોંઘવારી દરમાં ફરી ઉછાળો, છૂટક મોંઘવારી વધીને 3.65 ટકા થઈ, શાકભાજી મોંઘા થયા


ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં શાકભાજી સહિત ઘણી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ આસમાને છે.. ત્યારે તેની અસર ઓગસ્ટ મહિનામાં પણ જોવા મળી હતી

oppo_2

ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં શાકભાજી સહિત ઘણી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ આસમાને છે.. ત્યારે તેની અસર ઓગસ્ટ મહિનામાં પણ જોવા મળી.. શાકભાજી મોંઘા થવાને કારણે ઓગસ્ટ મહિનામાં છૂટક ફુગાવો વધીને 3.65% થયો છે. જુલાઈ મહિનામાં તે ઘટીને 3.54% પર આવી ગયો હતો. જે 59 મહિનામાં ફુગાવાનો સૌથી નીચો સ્તર હતો. ખાદ્ય મોંઘવારી દર 5.42% થી વધીને 5.66% થયો છે. શહેરી ફુગાવો પણ મહિના દર મહિનાના આધાર પર 2.98% થી વધીને 3.14% થયો છે. ગ્રામીણ ફુગાવો 4.10% થી વધીને 4.16% પર પહોંચ્યો છે.ઓગસ્ટ 2023માં ખાદ્યપદાર્થોનો ફુગાવો 9.94% હતો, હવે તે ઘટીને 5.66% પર આવી ગયો છે અને ફુગાવાના બાસ્કેટમાં ખાદ્ય પદાર્થોનો ફાળો લગભગ 50% છે. મહિના દર મહિનાના આધાર પર તેનો ફુગાવો 5.42% થી વધીને 5.66% થયો છે. જ્યારે એક વર્ષ પહેલા ઓગસ્ટ 2023માં ખાદ્ય ફુગાવો 9.94% હતો.

રખિયાલ સ્ટેશનના બુટભવાની ફ્રૂટ અને શાકભાજીની દુકાનના વેપારી સુનિલભાઈએ કહ્યું કે શાકભાજી અને ફળફાળાંદી આગળથી મોંઘા આવતા હોવાથી અમે પણ ગ્રાહકો પાસેથી નફો ન લેતા ખરીદ ભાવે શાકભાજી કે ફળફળાદીનું વેચાણ કરીએ છીએ..

oppo_2

એટલે કે વાર્ષિક ધોરણે તેમાં પણ ઘટાડો થયો છે. આરબીઆઈએ આ નાણાકીય વર્ષ માટે તેનો ફુગાવાનો અંદાજ 4.5% રાખ્યો હતો, તાજેતરમાં યોજાયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠક દરમિયાન, આરબીઆઈએ આ નાણાકીય વર્ષ માટે તેનો ફુગાવાનો અંદાજ 4.5% રાખ્યો હતો. અગાઉ પણ આવું જ હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -