32.2 C
Ahmedabad
Wednesday, March 4, 2026

હવે આયુષ્માન ભારત કાર્ડમાં 70થી વધુ વયના લોકોને પણ એન્ટ્રી,, મોદી કેબિનેટનો મોટો નિર્ણય


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર આયુષ્માન ભારતમાં 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને સામેલ કરવાનો નિર્ણય લીધો છે.. કેન્દ્ર સરકારે કહ્યું છે કે સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન ભારતનો લાભ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને પણ આપવામાં આવશે.. કેન્દ્રીય કેબિનેટે આ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી છે.. હવે 70 વર્ષે કે તેથી વધુ વયના લોકો કે જેની પાસે આયુષ્માન ભારત કાર્ડ હશે તેમને 5 લાખ સુધીની આરોગ્ય સેવા નિઃશુલ્ક મળશે.. લોકસભા ચૂંટણી માટેના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આ વચન આપવામાં આવ્યું હતું. આ વચન અનુસાર કેબિનેટમાં આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.. હાલમાં, આયુષ્માન ભારત યોજના હેઠળ, પાત્ર પરિવારોને વાર્ષિક રૂ. 5 લાખ સુધીની મફત સારવાર મળે છે. આ પહેલા સંસદમાં પોતાના સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉલ્લેખ કર્યો હતો કે હવે 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને પણ આયુષ્માન ભારતની સુવિધાઓ મળશે. હાલમાં 55 લાખ લાભાર્થીઓને આયુષ્માન ભારતની મફત સેવાઓ આપવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારે વર્ષ 2017માં આ યોજના શરૂ કરી હતી

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ હેઠળ કેન્દ્ર સરકારે આ યોજના વર્ષ 2017માં શરૂ કરી હતી. જો કે, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યો આ યોજના સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે અને રાજ્યમાં પોતાની યોજનાઓ ચલાવી રહ્યા છે. આ યોજના હેઠળ, દેશભરમાં ઓળખાયેલી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર પૂરી પાડી શકાય છે. આ યોજના હેઠળ પ્રવેશના 10 દિવસ પહેલા અને પછી તબીબી ખર્ચની ચૂકવણી કરવાની પણ જોગવાઈ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -