
રાજયમા હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે..રાજ્યનાં 12 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સાથે જ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના પણ કેટલાક છુટાછવાયા સ્થળોએ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ,છોટા ઉદેપુર તેમજ મહીસાગરમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના કેટલાક સ્થળો પર ભારે વરસાદ થવાની વકી છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમા ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીને પગલે સંઘ પ્રદેશમાં યલો એલર્ટ જાહેર કરવામા આવ્યું હતું.
વીતી મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો..પાલનપુર, વડગામ અને અમીરગઢમાં ધોધમાર વરસાદથી રોડ-રસ્તા પાણી પાણી થઇ ગયા હતા..બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 23 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

