
અઢી વર્ષ સુધી કુંભ રાશિમાં રહ્યા બાદ શનિ વર્ષ 2025માં 29 માર્ચે ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં શનિના પ્રવેશ બાદ ગુરુનો મીન રાશિમાં પ્રવેશ કેટલીક રાશિના લોકોને સારો લાભ આપવાની આશા છે. તેમની સંપત્તિ અને કારકિર્દીમાં અપાર સફળતા મળવાની શક્યતા છે.
વર્ષ 2025માં શનિ મીન રાશિમાં પ્રવેશવાથી કઈ રાશિઓને સૌથી વધુ ફાયદો થવાની શક્યતા છે..
મકર
મકર અને કુંભ રાશિનો શાસક ગ્રહ શનિ છે. આવી સ્થિતિમાં જ્યારે શનિ કુંભથી મીન રાશિમાં જશે ત્યારે મકર રાશિના લોકોને શનિની સાડા સાતથી મુક્તિ મળશે. મકર રાશિના જાતકોને આર્થિક પ્રગતિની પણ તકો રહેલી છે..નાણાકીય લાભની તકો પણ વધશે. તમારા કાર્યસ્થળમાં તમને સન્માન મળશે. જે કામ વર્ષોથી પેન્ડીંગ હતું તે હવે પુરું થશે.
કર્ક રાશિ
કુંભ રાશિમાં શનિના ગોચરને કારણે કર્ક રાશિ પર શનિનો પ્રભાવ આગળ વધી રહ્યો છે. શનિ મીન રાશિમાં જવાથી કર્ક રાશિના લોકોને શનિના પ્રભાવથી મુક્તિ મળશે. કારકિર્દીમા સારી સફળતા મળવાના ચાન્સ પણ છે. આર્થિક સ્થિતિમાં પણ સારો ફેરફાર થશે.. નાણાકીય લાભની તકો પણ વધશે. નોકરીમાં સુખદ ફેરફારના સંકેતો છે. નોકરીની નવી તકો વધી શકે છે.
વૃશ્ચિક
આ સમયે વૃશ્ચિક રાશિના લોકો શનિના પ્રભાવમાં છે. આવી સ્થિતિમાં મીન રાશિમાં શનિના સંક્રમણને કારણે વૃશ્ચિક રાશિના લોકો પર શનિના પ્રભાવનો અંત આવશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. નોકરી કરતા લોકોને સારી નોકરીની તક મળી શકે છે. આ સિવાય આ રાશિના લોકોને પિતૃ સંપત્તિની વહેંચણીથી તેમના ખાતામાં સારો હિસ્સો મળી શકે છે. પરિવારમાં ખુશીઓ અને બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.

