
રાહુલ ગાંધીએ અમેરિકાની ધરતી પરથી કહ્યું કે,ભારત જ્યારે સારી સ્થિતિમાં આવશે. ત્યારે તેઓ એસસી, એસટી અને ઑબીસી માટે અનામત ખતમ કરી દેશે. માયાવતીએ રાહુલ પર આ કરા પ્રહારો કરતા કહ્યું કે, આના પરથી એ સાબિત થાય છે કે ,,કૉંગ્રેસ વર્ષોથી અનામત ખતમ કરવાના ષડયંત્રમાં લાગેલી છે. SC, ST, OBC વર્ગના લોકોએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા આ નિવેદનથી સાવધ રહેવું જોઈએ.. કારણ કે આ પાર્ટી કેન્દ્રમાં સત્તા પર આવતાં જ આ નિવેદનની આડમાં તેમનું આરક્ષણ નિશ્ચિતપણે ખતમ કરી દેશે.
માયાવતીએ વધુમા કહ્યું કે રાહુલ ગાંધીના નાટકથી સાવધાન રહેવાની જરૂર છે. માયાવતીએ કહ્યું કે, કેન્દ્રમાં લાંબા સમય સુધી સત્તામાં હોવા છતાં કોંગ્રેસ પાર્ટીની સરકારે ઓબીસી આરક્ષણનો અમલ કર્યો નથી. દેશમાં જાતિ ગણતરી કરાવનાર આ પાર્ટી હવે તેની આડમાં સત્તામાં આવવાના સપના જોઈ રહી છે. તેમના નાટકથી વાકેફ રહેવાની જરૂર છે. આ પાર્ટી ભવિષ્યમાં ક્યારેય જાતિની વસતી ગણતરી નહીં કરાવે.
અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આપતાં રાહુલ ગાંધીએ અનામતને લઈને મોટું નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીને જાતિના આધારે અનામત ક્યાં સુધી ચાલશે તેવું પૂછવામાં આવ્યું હતું… ત્યારે તેઓએ કહ્યું કે ,કોંગ્રેસ ત્યારે જ અનામત ખતમ કરવા વિશે વિચારશે જ્યારે દેશમાં ન્યાય અને નિષ્પક્ષતા હશે. અત્યારે દેશમાં આવી સ્થિતિ નથી. દેશમાં આજે આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે..દલિતોને 100 રૂપિયામાંથી 5 રૂપિયા મળે છે.. અને OBCને પણ લગભગ એટલી જ રકમ મળે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે,, તેમને ભાગીદારી નથી મળી રહી. દેશના 90 ટકા લોકોને સમાન તકો મળી રહી નથી..બિઝનેસ લીડરોની યાદીમાં પણ આદિવાસી કે દલિત, ઓબીસી જોવા મળતા નથી.

