
વિશ્વના ઘણા દેશો મંકીપોક્સના ચેપનો સામનો કરી રહ્યા છે. આફ્રિકન દેશોથી શરૂ થયેલો વાઈરલ ઈન્ફેક્શન યુએસ-યુકે સહિત ઘણા એશિયન દેશોમાં વધી રહ્યો છે.ભારતમાં પણ એક શંકાસ્પદ મંકીપોક્સ દર્દી મળી આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે,, શંકાસ્પદ વ્યક્તિ તાજેતરમાં મંકીપોક્સ ચેપથી પીડિત દેશમાં ગયો હતો. હાલમાં તે મંકીપોક્સ માટે નિયુક્ત હોસ્પિટલમાં અલગ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે હાલમાં શંકાસ્પદ દર્દીની હાલત સ્થિર છે.મંકીપોક્સની હાજરીની પુષ્ટિ કરવા માટે દર્દીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેના લક્ષણો NCDC દ્વારા પહેલાથી જ નોંધાયેલા લક્ષણો સાથે સુસંગત છે.
કોંગોમાં અત્યાર સુધીમાં 18 હજારથી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે..જ્યારે ઓછામાં ઓછા 610 લોકોએ જીવ ગુમાવ્યા છે.
મંકીપોક્સના વધતા કેસ માટે વૈજ્ઞાનિકોએ તેના નવા સ્ટ્રેન ‘ક્લેડ આઈબી’ને જવાબદાર ઠેરવ્યા છે. નિષ્ણાતોએ કહ્યું કે ગંભીર ચિંતા છે કે વાયરસ પરિવર્તન કરી રહ્યો છે અને નવી જાતો બનાવી રહ્યો છે. તે એવા દેશોમાં પણ નોંધવામાં આવ્યો છે. જ્યાં અત્યાર સુધી મંકીપોક્સનો કોઈ ખતરો ન હતો.
ભારતમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ લોકોને સંક્રમણને લઈને સાવચેતી રાખવાની સલાહ આપી હતી. મંત્રાલયે એમપોક્સ કેવી રીતે ફેલાય છે અને ચેપના કિસ્સામાં શું કરવું તેની વિગતવાર માહિતી શેર કરી હતી.

