
દિયોદર તાલુકાના લુદરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં ત્રણ સંતાનોની માતાએ ત્રણ સંતાનો સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું..


સ્થાનિક લોકોને જાણ થતાં સ્થાનિક લોકો નર્મદા કેનાલ પર દોડી આવતા એક બાળકનો આબાદ બચાવ કરવામાં આવ્યો. બે બાળકો અને માતાની લાશ બહાર કાઢવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ માં એક પછી એક લોકો ઝંપલાવી મોતને વહાલું કરી રહ્યા છે ત્યારે શુક્રવારે દિયોદર તાલુકાના લુદ્રાં ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં કોઈ અગમ્ય કારણોસર ભાભર તાલુકાના ગાંગુણ ગામની પરિણીતાએ પોતાના ત્રણ સંતાનોની સાથે કેનાલમાં છલાંગ લગાવી હતી. સ્થાનિક લોકોને જાણ થતાં સ્થાનિક લોકો કેનાલ પર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી..
મહિલાએ ક્યાં કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું તે બાબતે હજુ રહસ્ય અકબંધ છે
અહેવાલ : કલ્પેશ બારોટ,દિયોદર

