24.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

દહેગામ : માણેકપુર અને નાની માસંગ વચ્ચે ગરનાળુ તૂટ્યું..પાણીના પ્રવાહમાં દૂધના કેન તણાયા


દહેગામ તાલુકાના મોટી માસંગના પેટાપરા ગામ માણેકપુરમાં ભારે વરસાદથી તારાજી જેવા દ્રશ્યો સર્જાયા હતા..માણેકપુરમા બે ત્રણ કલાકમાં છ થી સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો..જેના કારણે ખેતરોના પાણી રસ્તા પર ફરી વળ્યાં હતા.

ગામની ગટર પણ બંધ હોવાથી ભારે મુશ્કેલી સર્જાઈ હતી.. ગામમાં આવન જવાનો રસ્તો એક જ હોવાથી લોકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો… માણેકપુરના રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા.. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે દૂધ ભરાવા જતા પશુપાલકોના ચાર પાંચ ડોલકા પણ પાણીમાં તણાઈ ગયા હતા..

 

માણેકપુર અને નાની માસંગ વચ્ચે ગરનાળુ તૂટી જવાથી બન્ને ગામ વચ્ચે સંપર્ક તૂટી ગયો હતો..જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.. અડધું ટ્રેકટર પાણીમાં ગરકાવ થઈ જવાથી ખેડૂત પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -