28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે 129 કેદીઓના મોત, નાસભાગમાં મોટાભાગના લોકોના જીવ ગયા


આફ્રિકન ખંડના મધ્યમાં કોંગોની મુખ્ય જેલમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા 129 લોકોના મોત થયા હતા.. મોટાભાગના મોત નાસભાગને કારણે થયા હોવાનું કહેવાય છે. કોંગોના આંતરિક પ્રધાન જેકમીન શબાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું કે,,સોમવારે વહેલી સવારે કિન્શાસાની મકાલા જેલમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહેલા 24 કેદીઓને ચેતવણી આપ્યા બાદ ગોળી મારી દેવામાં આવી હતી. આ પછી જેલમાં નાસભાગનો માહોલ સર્જાયો હતો. થોડી જ વારમાં સેંકડો લોકો લોહીથી લથપથ જમીન પર પડી ગયા હતા. મળતી માહિતી મુજબ 129 કેદીઓના મોત થયા હતા.. મૃત્યુ આંક વધવાની શક્યતા છે.

રિપોર્ટ અનુસાર, કોંગોની મુખ્ય જેલમાં 12 હજારથી વધુ કેદીઓ છે.. જેની ક્ષમતા 1,500 લોકોની છે. જેમાંથી મોટાભાગના કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. અહીં અગાઉ જેલમાંથી ભાગી જવાની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. 2017માં ધાર્મિક સંપ્રદાયના હુમલા બાદ ડઝનબંધ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

આ કેસ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે,, જેલની અંદર રવિવારે મધરાતથી ગોળીબાર શરૂ થયો હતો અને સોમવારે સવાર સુધી ચાલુ રહ્યો હતો. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે આ ઘટના દરમિયાન માત્ર બે લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ હતી.. જોકે, માનવાધિકાર કાર્યકરો દ્વારા આ આંકડા પર પ્રશ્ન કરવામાં આવ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -