31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

દહેગામ :રખિયાલ ગામમાં જવું છે..? રસ્તો છે કમરતોડ ; હાડકા ખોખરા થઈ જશે !!


એક તરફ સરકાર બાળકોના વિકાસ માટે મસમોટું ભંડોળ ફાળવે છે તો બીજી તરફ શાળાએ જવા માટેના રસ્તા જ ઠેકાણા નથી. ક્યાંક ભાડાના જર્જરીત મકાનમાં દેશનો કુમળું ભાવી ભણવા મજબૂર બની રહ્યું છે..તો ક્યાંક ખરાબ રસ્તાના કારણે કુમળા વયના બાળકોની કમર તૂટી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા..

રખિયાલ સ્ટેશનથી રખિયાલ ગામનો રોડ ખખડધજ થઈ ગયો છે.. સ્ટેશનથી રખિયાલ ગામના રસ્તા પર હાલમાં ખાડાના સામ્રાજ્યને કારણે લોકોના હાડકા ખોખરા થઈ રહ્યા છે..આ રસ્તા પર રખિયાલ સ્ટેશન પગાર કેન્દ્ર શાળા,, રાજસ્થાન સ્કૂલ. સર્વેશ્વર મહાદેવ મંદિર તેમજ રખિયાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે.. જ્યાં દેશની ભાવિ પેઢી ભણવા આવે છે તેવી સ્કૂલોની આગળના રસ્તા પર કમળતોડ ખાડાથી બાળકો તેમજ વાલીઓ પરેશાન થઈ રહ્યા છે.. છતાં બહેરા અને કુંભકર્ણની નિદ્રામાં સુતેલા તંત્રને ખાડા દેખાતા નથી…

રખિયાલ સરપંચના પતિ પણ પોતાની કાર લઈને ઉબડ ખાબડ રસ્તા પરથી અવાર-નવાર પસાર થાય છે..પણ તેમના પેટનું પાણી હલતુ ના હોય તેવું લાગે છે.ગ્રામ પંચાયત સરપંચ તેમજ સભ્યોને પણ સમસ્યાનું નિવારણ લાવવામાં કોઈ રસ દેખાતો હોય તેવું લાગતું નથી.. ખાડામાં ભરાઈ રહેતા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાથી રોગચાળાની પણ ભીતી સેવાઈ રહી છે..

ગ્રામજનો પણ હાલમાં ખાડાની સમસ્યાનું નિવારણ થાય તેની માંગ કરી રહ્યાં છે.. જિલ્લા સદસ્ય ભરતસિંહ ઝાલાએ પણ દિવાળી આસપાસ રખિયાલ સ્ટેશનથી રખિયાલ ગામનો રોડ અને ગળનારું રીપેરીંગ થવાનું આશ્વાસન આપ્યું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -