
હવામાન વિભાગ (IMD) એ આજે સોમવારે 20 રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું. આ રાજ્યોમાં ગુજરાત,મહારાષ્ટ્ર,, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યો મણિપુર, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયનો સમાવેશ થાય છે. બે દિવસમાં મુશળધાર વરસાદે આંધ્રપ્રદેશ, ઓડિશા અને તેલંગાણામાં પણ તબાહી મચાવી હતી. તેલંગાણામાં નવ લોકોના મોત પણ થયા હતા. સમુદ્રમ અને મહબૂબાબાદ વચ્ચેનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો હતો. જેના કારણે દિલ્હી-વિજયવાડા રૂટ પર તમામ ટ્રેનોને રોકી દેવામાં આવી છે. દક્ષિણ મધ્ય રેલ્વેએ 99 ટ્રેનો રદ કરી હતી..જયારે 54 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ આજે બંધ રહેશે.
ગુજરાત માટે આંતર-મંત્રાલય ટીમની રચના કરવામાં આવી છે..કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રાલય ટીમની રચના કરી. તેનું નેતૃત્વ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કરે છે. આ ટીમ ટૂંક સમયમાં રાજ્યના પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે.

