37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

દિલ્હી ક્રિકેટ લીગ : સાઉથ દિલ્હીએ 20 ઓવરમાં 308 રન ફટકાર્યા; પ્રિયાંશ આર્યએ 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા


સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સની ટીમે શનિવારે દિલ્હી પ્રીમિયર લીગમાં નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સ સામેની મેચમાં સુપરસ્ટાર્સની ટીમે 20 ઓવરમાં રેકોર્ડ 308 રન બનાવ્યા હતા. આ કોઈ પણ T-20 લીગમાં સર્વોચ્ચ સ્કોર છે. T-20 ક્રિકેટમાં બીજો સૌથી હાઇએસ્ટ સ્કોર છે.

આ મેચમાં સુપરસ્ટાર્સના કેપ્ટન આયુષ બદોનીએ 55 બોલમાં 165 રનની ઇનિંગ રમી હતી. જ્યારે યુવા બેટર પ્રિયાંશ આર્યએ પણ 50 બોલમાં 120 રન બનાવ્યા હતા. તેણે 1 ઓવરમાં 6 સિક્સર પણ ફટકારી હતી.

T-20 ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ નેપાળના નામે છે. નેપાળે 27 સપ્ટેમ્બર 2023ના રોજ મંગોલિયા સામે 20 ઓવરમાં 314 રન બનાવ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -