
ચૂંટણી પંચે હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો. હવે 5મી ઓક્ટોબરે હરિયાણાની તમામ સીટો પર મતદાન થશે.જયારે 8મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. અગાઉ 1 ઓક્ટોબરે મતદાન થવાનું હતું.પરંતુ તેમાં ફેરફાર કરીને 5મી ઓક્ટોબર ચૂંટણી યોજાશે.
અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષે ચૂંટણી પંચને વિનંતી કરી હતી કે,,હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ 01.10.2024 ના રોજ ફરીથી નક્કી કરવામાં આવે. તેમણે કહ્યું કે,,પેઢીઓથી પંજાબ, રાજસ્થાન અને હરિયાણાના ઘણા બિશ્નોઈ પરિવારો માટે આસોજ અમાવસ્યા પર્વમાં ભાગ લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વર્ષે આ ઉત્સવ 2 ઓક્ટોબરે થશે અને સિરસા, ફતેહાબાદ અને હિસારમાં રહેતા હજારો બિશ્નોઈ પરિવારો મતદાનના દિવસે રાજસ્થાન જશે.. જેના કારણે તેઓ મતદાનના અધિકારથી વંચિત રહેશે.જોકે આ વાતને ધ્યાને લઈ ચૂંટણી પંચે બિશ્નોઈ સમાજની વાત માન્ય રાખી હતી.

