37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

પાકિસ્તાની બ્લોગર અસ્મા બતૂલ કોણ છે? જેને કોલકાતા ડોક્ટર કેસ મુદ્દે કવિતા લખતા જેલમાં ધકેલાઈ


 

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pok)માં રહેતી મહિલા બ્લોગર અસ્મા બતુલની નિંદાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી..અસ્મા બતુલે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર મહિલાઓના અત્યાચાર પર એક કવિતા શેર કરી હતી.

જેમાં તેણે લખ્યું કે, “બળાત્કાર થયો ત્યારે ભગવાન, ભગવાન અથવા ઇશ્વર, બધા હાજર હતા.” આ કવિતા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કેટલાક મૌલવીઓએ અસ્મા પર અલ્લાહનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.જોકે કવિતાને લઈને આસ્મા બતુલ વિરુદ્ધ વધી રહેલા વિવાદ પછી તેના ઘર પર ટોળાએ હુમલો કર્યો હતો.

આ હુમલાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા..જેમાં મૌલવી પણ સામેલ જોવા મળ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. અસ્માના પરિવારે પોલીસને ફરિયાદ આપી કે, તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે..અસ્મા બતુલની ધરપકડ સામે સોશિયલ મીડિયા પર સામૂહિક વિરોધ પણ જોવા મળ્યો હતો

એક રિપોર્ટરે લખ્યું કે ” અસ્માના અનુયાયીઓ અને માનવાધિકાર કાર્યકર્તાઓ આ ધરપકડની નિંદા કરી છે. માનવાધિકારને સમર્પિત ગુલાલાઈએ કહ્યું કે, જેઓ અસહમત છે તેમને સજા આપવા માટે હવે આ કાયદાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.. અને આને નવો દેશદ્રોહ કાયદો કહી શકાય અને અસ્મા બતુલના સમર્થનમાં ઘણા લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. તેણે હંમેશા પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતા હુમલાઓ સામે અવાજ ઉઠાવ્યો છે.. અને તેની ધરપકડથી આ મામલો વધુ ગરમાયો હતો..અસ્મા બેતુલના યુટ્યુબ પર 1 લાખ 53 હજાર સબસ્ક્રાઇબર્સ છે…જયારે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ હજારો ફોલોઅર્સ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -