
ભારતની પેરા શૂટર અવની લેખરાએ ઇતિહાસ રચી દીધો હતો. પેરિસ પેરાલિમ્પિક્સમાં તેણે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતા.. અવનીએ સતત બે પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની છે. અગાઉ એક જ પેરા ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ પણ અવની જ બની હતી. આ ભારતીય શૂટરે વિક્રમોની હારમાળા સર્જીને ભારતને ગૌરવ અપાવ્યું છે.
અવની SH1 શ્રેણીની 10 મીટર એર રાઈફલ શૂટર છે. તેણે ટોક્યો પેરાલિમ્પિકમાં આ જ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારી તે ભારતની પ્રથમ મહિલા બની છે.આ સાથે તેણે 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન SH1 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. અવનીએ આ સિદ્ધિ દ્વારા માત્ર રમતગમતમાં જ નહીં પરંતુ સામાજિક અને માનસિક સીમાઓ પણ ઓળંગી હતી.ભારતના કરોડો લોકોને પ્રેરણા આપી હતી.

