
આંધ્રપ્રદેશમાં ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં છુપા કેમેરા લગાવવામાં આવ્યા હતા..વીડિયો રેકોર્ડ કરીને વેચાયાના સમાચારે સનસનાટી મચાવી દીધી હતી..
આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં એસ.આર. ગુડલાવલેરુ એન્જિનિયરિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના ટોયલેટમાં કેમેરા મળ્યા બાદ ભારે વિરોધ થયો હતો.
વિરોધ સાથે ગર્લ્સ હોસ્ટેલમાં હાજર અનેક વિદ્યાર્થીઓ ‘વી વોન્ટ જસ્ટિસ’ના નારા લગાવ્યા હતા. વિરોધ કરનારા રહેલી વિદ્યાર્થીનીઓએ અધિકારીઓને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અને કોલેજમાં તેમની સુરક્ષાની ખાતરી આપવાની માંગ કરી હતી.આંધ્રપ્રદેશ પોલીસે કહ્યું કે, તેઓએ આ કેસમાં આરોપીની ઓળખ વિજય તરીકે કરી છે..જે આ કોલેજનો વિદ્યાર્થી હતો. વિજયનું લેપટોપ જપ્ત કરવામાં આવ્યું હતું..જેમાંથી લગભગ 300 અશ્લીલ વિડિયો મળી આવ્યા હતા.

