ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

ગાધીનગર સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગુજરાતમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર, તેમજ મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વરસાદની સ્થિતિ તેમજ રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી
નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત આશ્રયસ્થાને સ્થળાંતર કરવાની થઈ રહેલી કામગીરી અંગે જાણકારી મેળવી હતી લોકોના જાનમાલની સલામતી સાથે પશુધનના રક્ષણને મહત્તમ પ્રાધાન્ય આપીને આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચનાઓ આપી છે.
જ્યાં વીજ પુરવઠાને અસર પહોંચી છે, કે ઝાડ પડી જવાના રીધે રસ્તા બ્લોક થયા છે ત્યાં સ્થિતિ ઝડપથી પૂર્વવત કરવા તેમજ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો પૂરવઠો ઉપલબ્ધ રહે તે માટે પણ CM દ્વારા જરૂરી સૂચના આપવામાં આવી છે
અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 13 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 17,800 થી વધુ લોકોનું સ્થળાંતર તેમજ 1650 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, જે સંદર્ભે સ્થિતિ પર સતત નજર રાખીને સજ્જ રહેવા કલેકટરોને તાકીદ કરાઈ છે
ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લાતંત્રનું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા પણ સૂચનાઓ આપી છે.

