24.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

ગાંધીનગર : રખિયાલ પાસેના કલ્યાણ ધામમાં શિક્ષણપ્રધાન કુબેરભાઈ ડીંડોરે જય પ્રભુનાં કથા સત્સંગનો લ્હાવો લીધો


જય પ્રભુએ શું આપ્યો સંદેશ ?

શ્રાવણ મહિનો ભગવાન શિવજીની આરાધનાનો મહિનો છે. સમગ્ર દેશ ભગવાન શિવની ભક્તિમાં તલ્લીન છે.. ભગવાન શિવના દર્શન કરીને ભક્તો ધન્ય થઈ રહ્યાં છે.ત્યારે આપણા શાસ્ત્રોમાં પણ શ્રાવણ મહિનામાં સત્સંગનો પણ ખૂબ મહિમા ગાવામાં આવ્યો છે.

સંત કબીરે  કહ્યું છે કે,,

મથુરા હોય કે કાશી , કે પછી દ્વારિકા, હરિદ્વાર કે જગન્નાથપુરી હોય, જ્યાં સુધી સાધુ સંગત અને હરિભજન કર્યું ના હોય ત્યાં સુધી કશું હાથમાં આવતું નથી એટલે કે આધ્યાત્મિક લાભ થતો નથી.

ત્યારે ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર સાહેબે રખિયાલ પાસેના કલ્યાણ ધામમાં જય પ્રભુના સત્સંગનો લાભ લીધો હતો.

યોગવશિષ્ઠ રામાયણના કથાકાર જય પ્રભુનો સત્સંગ ૧૫/૮/૨૪ થી કલ્યાણધામ રખિયાલ મુકામે ચાલી રહ્યો છે.ત્યારે તારીખ 24 ઑગસ્ટે ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર સાહેબ ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લીધો હતો..જ્યાં જય પ્રભુજી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું..

ખુબ જ વ્યસ્ત હોવાં સાથે મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર સાંજે ૭ વાગ્યાંથી ૮ વાગ્યાં સુધી સત્સંગમાં પણ બેઠા હતા.

આ શુભ પ્રસંગે સહુએ આનંદ વ્યક્ત કર્યો હતો..શિક્ષણમંત્રી કુબેર ડીંડોર સાહેબ તરફથી ભાવીકોને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -