28.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગુજરાત વિધાનસભાનું 21 ઓગસ્ટથી ચોમાસું સત્ર, રજૂ કરાશે પાંચ મહત્વના બિલ


ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રમાં મહત્વના બિલ રજૂ કરવામાં આવશે.. કાળા જાદૂ, ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ વિધાનસભામાં રજૂ થશે.. તો ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાનું બિલ પણ લવાશે.

ગજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 21થી 23 ઓગસ્ટ સુધી યોજાવા જઈ રહ્યું છે. આ ત્રણ દિવસના સત્રમાં સરકાર પાંચ મહત્વપૂર્ણ વિધેયકો વિધાનસભા ગૃહમાં રજૂ કરવા માટે તૈયાર છે. આ વિધેયકોને છેલ્લા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે. અને તે દરમિયાન સંભવિત કાનૂની ફેરફારો પર ચર્ચા થશે.

ચોમાસુ સત્રની પ્રથમ બેઠક તા. 21મીના બપોરે 12 કલાકે શરૂ થશે, જેમાં દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે અને ત્યારબાદ સરકારી કામકાજ પર ચર્ચા થશે. મૂળમાં સરકાર આ સત્રમાં પાંચ વિધેયકો રજૂ કરવા જઈ રહી છે, જેમાં કેટલાક મહત્વના કાયદાકીય સુધારાઓનો સમાવેશ થાય છે

ગૃહ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાની તજવીજ કરવાનું બિલ રજૂ કરાશે. આ સિવાય કાળા જાદુને રોકવા માટે કાયદો લાવવો અને દારૂ અને ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજી અંગેના કાયદા રજૂ કરાશે. મહેસૂલ વિભાગ પણ બિનખેતી માટેના પુરાવાની માન્યતાને લગતા કાયદાકીય સુધારા સાથે એક વિધેયક રજૂ કરશે, જે કૃષિ અને નોન-એગ્રીકલ્ચરલ લેન્ડ કન્વર્ઝનના મામલાઓમાં સ્પષ્ટતા લાવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -