23 C
Ahmedabad
Thursday, March 5, 2026

આણંદ : એસપી કચેરી ખાતે ફરજ બજાવતા એએસઆઈ લતાબેન પટેલનું સન્માન, પરિવારમાં હર્ષની લાગણી


આણંદની એસ.પી.ઓફિસની અરજી શાખામાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા લતાબેન કે.પટેલની નિષ્ઠાપૂર્વકની કામગીરી અને વિશિષ્ટ સિદ્ધિ બદલ આણંદના તારાપુર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ સમારોહમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.જે બદલ પરિવાર હર્ષની લાગણી અનુભવે છે.

લતાબેન પટેલ દ્વારા આણંદ જિલ્લામાં તમામ પ્રકારની રજૂઆતો તથા તમામ પ્રકારની અરજીઓ ઉપર જરૂરી પગલા લેવડાવી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા ઉત્તમ કામગીરી હતી તેમને કામ પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠા સમગ્ર જિલ્લામાં પ્રશંસનીય બની હતી.

આ પ્રસંગે આણંદના તારાપુર ખાતે આવેલા એપીએમસી ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રિય સ્વતંત્ર પર્વ કાર્યક્રમની જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ધામધૂમ પૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -