આજે 70મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડની જાહેરાત થઈ.જેમાં ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે ગુજરાતી અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો… તેની સાથો જ નિત્યા મેનનને પણ તમિળ ફિલ્મ ‘તિરુચિત્રંબલમ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો બેસ્ટ એવોર્ડ મળ્યો.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે શુક્રવારે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ એવોર્ડને દેશનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે. ફિલ્મ ક્ષેત્રે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એ સિનેમા ક્ષેત્રની કોઈપણ વ્યક્તિ માટે બહુ મોટું સન્માન છે. આ વખતે આ એવોર્ડ તે ફિલ્મોને આપવામાં આવ્યો છે જેને સેન્સર બોર્ડ દ્વારા 1 જાન્યુઆરી, 2022 થી 31 ડિસેમ્બર, 2022 વચ્ચે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ચાલો જાણીએ કોને કયો એવોર્ડ મળ્યો?
નોન ફીચર ફિલ્મ- આયના
શ્રેષ્ઠ ફીચર ફિલ્મઃ અટ્ટમ (મલયાલમ)
દિગ્દર્શક દ્વારા શ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મ: પ્રમોદ કુમાર (ફૌજા, હરિયાણવી ફિલ્મ)
બેસ્ટ પોપ્યુલર ફિલ્મ- કંતારા
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી): કચ્છ એક્સપ્રેસ
શ્રેષ્ઠ ફિલ્મ (AVGC- એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગેમિંગ અને કોમિક): બ્રહ્માસ્ત્ર
બેસ્ટ ડિરેક્શનઃ સૂરજ બડજાત્યા (ઉંચાઈ)
શ્રેષ્ઠ અભિનેતા (મુખ્ય ભૂમિકા): ઋષભ શેટ્ટી (કાંતારા)
શ્રેષ્ઠ અભિનેત્રી (મુખ્ય ભૂમિકા): નિત્યા મેનન (તિરુચિત્રમ્બલમ);
શ્રેષ્ઠ અભિનેતા (સહાયક ભૂમિકા): પવન રાજ મલ્હોત્રા (ફૌજા, હરિયાણવી ફિલ્મ)
શ્રેષ્ઠ અભિનેત્રી (સહાયક ભૂમિકા): નીના ગુપ્તા (ઉંચાઈ)
શ્રેષ્ઠ બાળ કલાકારઃ શ્રીપથ (મલ્લિકાપુરમ, મલયાલમ ફિલ્મ)
શ્રેષ્ઠ ગાયક (પુરુષ): અરિજીત સિંહ (બ્રહ્માસ્ત્ર)
શ્રેષ્ઠ ગાયિકા (સ્ત્રી): બોમ્બે જયશ્રી
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીઃ રવિ વર્મન (પોન્નિયન સેલ્વન)
શ્રેષ્ઠ પટકથા (ઓરિજિનલ): અટ્ટમ (મલયાલમ)
શ્રેષ્ઠ પટકથા (અનુકૂલિત):
શ્રેષ્ઠ પટકથા (સંવાદ): (ગુલમોહર)
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનઃ અનંત (પોન્નિયન સેલ્વન)
શ્રેષ્ઠ સંપાદન: અટ્ટમ (મલયાલમ)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇનઃ બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનઃ બેસ્ટ મ્યુઝિક ડિરેક્શન (ગીત): પ્રીતમ (બ્રહ્માસ્ત્ર)
શ્રેષ્ઠ સંગીત નિર્દેશન (બેકગ્રાઉન્ડ સ્કોર): એ. આર. રહેમાન (પોન્નિયન સેલવાન)
બેસ્ટ લિરિક્સ: બેસ્ટ કોરિયોગ્રાફી: બેસ્ટ એક્શન ડિરેક્શન: સ્પેશિયલ મેનેશનઃ ‘ગુલમોહર’ માટે મનોજ બાજપેયી, ‘કધિકન’ માટે મ્યુઝિક ડિરેક્ટર સંજય સલીલ
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (હિન્દી): ગુલમોહર
શ્રેષ્ઠ ફિચર ફિલ્મ (તેલુગુ): કાર્તિકેય 2
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (તમિલ): પોન્નિયન સેલવાન
બેસ્ટ ફીચર ફિલ્મ (ટીવા): સિકાઈસલ
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (મલયાલમ): સાઉદી વેલાક્કા સીસી. 225/2009
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (કન્નડ): કે. હા. એફ. પ્રકરણ 2
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (મરાઠી): વલવી
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (પંજાબી): બાગી દી ધી
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (ઉડિયા): દમણ

