સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક લાખ બિનરાજકીય યુવાનોને જનપ્રતિનિધિ તરીકે રાજકારણમાં લાવવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે આમ કરવાથી જાતિવાદ અને વંશવાદની રાજનીતિને ખતમ કરવામાં મદદ મળશે. સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી લોકોને સંબોધતા તેમણે કહ્યું કે યુવાનો તેમની પસંદગીની કોઈપણ પાર્ટીમાં જોડાઈ શકે છે, માત્ર એક જ પાર્ટી હોવી જરૂરી નથી.
પીએમ મોદીએ કહ્યું, “અમે દેશમાં રાજનીતિના ક્ષેત્રમાં એક લાખ જનપ્રતિનિધિ ઈચ્છીએ છીએ. અમને એવા એક લાખ યુવાનો જોઈએ છે જેમની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નથી.” તેમણે કહ્યું, “તેમના (યુવાનો) માતા-પિતા, ભાઈ-બહેન, કાકા-કાકી, ભત્રીજાઓ ક્યારેય કોઈ પેઢીમાં રાજકારણમાં નથી આવ્યા, અમને આવા પ્રતિભાશાળી યુવાનોની જરૂર છે. પછી તે પંચાયત હોય, નગરપાલિકા હોય, તેમના પરિવારનો કોઈ રાજકીય ઈતિહાસ ન હોવો જોઈએ. આનાથી જાતિવાદ અને વંશવાદની રાજનીતિથી છુટકારો મેળવવામાં મદદ મળશે.
વડાપ્રધાને કહ્યું કે, આ પગલાથી નવા વિચારો અને ક્ષમતાઓ સામે આવશે. તેમના 98 મિનિટના ભાષણમાં તેમણે કહ્યું કે આ ભારતનો સુવર્ણ યુગ છે.. અને વિકસિત ભારત 2047 સુધી દેશની રાહ જોઈ રહ્યો છે… તેમણે ભત્રીજાવાદથી મુક્ત કરવાના તેમના પ્રયાસોનો પુનરોચ્ચાર કર્યો હતો..
વડાપ્રધાન મોદીએ વિકસિત ભારતનું વિઝન રજૂ કર્યું હતું..
આ વખતે સ્વતંત્રતા દિવસ પર 11 કેટેગરીના 18 હજાર મહેમાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા..ખાસ વાત એ હતી કે,,,આ 6 હજાર ખાસ મહેમાનોમાંથી મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને ગરીબ વર્ગ છે. તેમણે 2047 સુધીમાં દેશને વિકસિત બનાવવા માટે પોતાનું વિઝન લોકો સમક્ષ રજૂ કર્યું હતું. આ વર્ષે સ્વતંત્રતા દિવસની થીમ વિકસિત ભારત @2047 છે. તમને જણાવી દઈએ કે ધ્વજ ફરકાવતા પહેલા પીએમ મોદીએ રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. આ પછી તેઓ લાલ કિલ્લા પહોંચ્યા અને ધ્વજ ફરકાવ્યો હતો..આ દરમિયાન કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ પીએમ મોદી સાથે હતા.

