ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટની અપીલ સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલે ફગાવી દીધી હતી. વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ ગોલ્ડ મેડલ મેચ પહેલા જ તેનું વજન નિર્ધારિત મર્યાદા કરતા 100 ગ્રામ વધુ હતું.જેના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
જો કે, વિનેશે સંયુક્ત સિલ્વર મેડલની માંગણી સાથે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ દાખલ કરી હતી, જેના પર સુનાવણી પૂર્ણ થઈ હતી. વિનેશની અપીલ પર નિર્ણય વારંવાર મોકૂફ રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે CASએ તેની અપીલ ફગાવી દીધી છે, જેનો અર્થ છે કે તેનું મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.
આ નિર્ણયનો અર્થ એ છે કે પેરિસ ઓલિમ્પિકમાં ભારત પાસે માત્ર છ મેડલ હશે, જેમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝનો સમાવેશ થાય છે.

