દેશભરમાં 15 મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી.. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રુમને એક ધમકીભર્યો કોલ મળ્યો હતો.. જેને લઇને પોલીસ દોડતી થઇ હતી.
અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલને 15મી ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીનો કોલ મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસને કોલ મળતાની સાથે જ આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે કુબેરનગરમાંથી એક યુવકને પકડ્યો હતો .
પોલીસે આ યુવકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એ.સી.પી ભરત પટેલે કહ્યું કે, “15 મી ઓગસ્ટના બૉમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો કોલ મળ્યો હતો. આ મામલે તરત જ તપાસ કરીને કાંકરિયાના રહેવાસી અરહિંત જૈન નામના યુવકની અટકાયત કરવામાં આવી હતી..આ યુવક ગ્રેજ્યુએશન કરી રહ્યો છે. તેની પુછપરછ કરતા પ્રાથમિક તારણમાં સામે આવ્યું કે, આ યુવક માનસિક રીતે અસ્વસ્થ છે… અને અભ્યાસના પ્રેશરને કારણે આ પ્રકારનો ફોન કર્યો હતો.

