અંગ્રેજોના સમયમાં નાખેલી અમદાવાદ ઉદેપુર રેલવે ટ્રેકને રેલવે વિભાગ દ્વારા મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવી છે. પરંતુ ગાંધીનગર જિલ્લાના રખિયાલ તેમજ આસપાસનાં વિસ્તારનાં મુસાફરોને ટ્રેનની સુવિધા અંગે ભારે અન્ય થઈ રહ્યો છે.. રખિયાલ પ્રત્યે ઓરમાયું વર્તન રાખીને લાંબા અંતરની ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું નથી.. રખિયાલ રેલવે સ્ટેશન પર અનેક સ્પેશિયલ ટ્રેન પસાર થાય છે. જોકે લાંબા અંતરની ટ્રેનોને રખિયાલ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપ ના આપવામાં આવતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ અંગે છ મહિના અગાઉ રેલવે તંત્રને જિલ્લા સદસ્ય ભરતસિંહ ઝાલા, પૂર્વ જિલ્લા સદસ્ય સદેસિંહ ઝાલા,,રેલવે પ્રતિનિધિ જીગ્નેશ રમણભાઈ પટેલ તેમજ વેપારી મહામંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી આસપાસની જનતાને લાંબા અંતરની ટ્રેનોનું સ્ટોપેજ મળ્યું નથી..
રખિયાલ રેલવે સ્ટેશન ખાતે કેટલીક ટ્રેનનું સ્ટોપ મળે તે માટે અગાઉ સાંસદ સભ્ય હસમુખભાઈ પટેલ તેમજ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ દ્વારા પણ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને રજુઆત કરીને માંગ કરવામાં આવી હતી…પરંતુ આજદિન સુધી રખિયાલ તેમજ આસપાસની જનતાને સ્પેશ્યલ ટ્રેનનું સ્ટોપ મળ્યું નથી..
રખિયાલ સ્ટેશન સલાહકાર સમિતિએ 10 ઑગસ્ટ 2024 નાં રેલવે તંત્રને ફરી રજુઆત કરી હતી.. અને જો આગામી દિવસોમાં માંગ પુરી નહીં કરવામાં આવે તો રખિયાલ રેલવે સ્ટેશન ખાતે ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે..
કઈ ટ્રેનનાં સ્ટોપની માંગ???
કોટા – અસારવા અક્સપ્રેસ ટ્રેન નં. 19882
અસારવા -કોટા એક્સપ્રેસ ટ્રેન નં. 19821
જયપુર – અસારવા એક્સપ્રેસ ટ્રેન નં. 12981
અસારવા – જયપુર એક્સપ્રેસ ટ્રેન નં. 12982
ઇન્દોર -અસારવા એક્સપ્રેસ ટ્રેન નં.19329
અસારવા -ઇન્દોર એક્સપ્રેસ ટ્રેન નં.19330
ઉદેપુર – અસારવા એક્સપ્રેસ ટ્રેન નં.19703
અસારવા -ઉદેપુર એક્સપ્રેસ ટ્રેન નં.19704
રખિયાલ રેલવે સ્ટેશન ખાતે અન્ય સુવિધાની માંગણી
લોકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાથી રેલવે અન્ડરબ્રિજમાં લાઈટની વ્યવસ્થા કરવી.
ઠંડા પાણી માટે વોટરકુલર મૂકવું
મુસાફરો આરામ કરી શકે તે માટે વેઇટિંગ રૂમની વ્યવસ્થા
લોકો સીધા રખિયાલ બજારમા જઈ શકે તેવી રીતે રેલવે ફૂટ ઓવરબ્રિજ એક્સટેન્ડ કરવો
મહત્વનું છે કે રખિયાલની આસપાસનાં ગ્રામીણ વિસ્તારમાં 50,000થી વધુ વસ્તી વસવાટ કરે છે.. જે રખિયાલથી વિવિધ કામ,,, પ્રવાસ,,, ધાર્મિક સ્થાનો અને ધંધાર્થે મુંબઈ,,દિલ્હી,,હરદ્વાર અમદાવાદ તેમજ અન્ય શહેરમાં જતા હોય છે.. પરંતુ રખિયાલ પ્રત્યે ઓરમાયું વર્તન રાખીને લાંબા અંતરની ટ્રેનનું સ્ટોપ નાં આપવામાં આવતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરે છે.
રખિયાલમાં વિવિધ બેંક, પોસ્ટ ઓફિસ, સ્કૂલો તેમજ ધંધાર્થે લોકો આવન જાવન કરતા હોય છે. પરંતુ રખિયાલ રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપ ન હોવાથી તેઓને રખિયાલથી 15 કિલોમીટર દૂર દહેગામ તેમજ રખિયાલથી ૧૮ કિલોમીટર દૂર તલોદથી અપડાઉન કરવા મજબૂર બનવું પડે છે. લોકો ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરે છે. તો બીજી તરફ રેલવે હાલના સમયમાં સૌથી સુરક્ષિત અને સરળ પરિવહન વિકલ્પ છે.

