23.5 C
Ahmedabad
Friday, March 20, 2026

ક્યુબાની લોપેઝને હરાવીને વિનેશ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ મહિલા રેસલર બની


વિનેશ ફોગાટે ઇતિહાસ રચ્યો

ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ મહિલા રેસલર છે.

તેણે મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગની સેમિફાઇનલમાં ક્યુબાની લોપેઝ ગુઝમેનને 5-0થી હરાવી હતી.

વિનેશ પહેલા રાઉન્ડ સુધી 1-0થી આગળ હતી. પછી છેલ્લી ત્રણ મિનિટમાં, તેણીએ ક્યુબાની કુસ્તીબાજ પર ડબલ લેગ એટેક કર્યો અને ચાર પોઈન્ટ મેળવ્યા હતા.તેણે આ લીડને અંત સુધી જાળવી રાખી અને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.આ ઓલિમ્પિકમાં વિનેશની સફર શાનદાર રહી છે. ઈજાના કારણે રિયો ઓલિમ્પિકમાંથી ખસી ગયા બાદ અને પછી ટોક્યો ઓલિમ્પિકમાં રાઉન્ડ ઓફ 16માંથી બહાર થઈ ગયા બાદ વિનેશે આ વર્ષે દુનિયાને પોતાની પ્રતિભા બતાવી છે.

તેની પ્રથમ મેચ એટલે કે પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં વિનેશે ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ટોક્યો ઓલિમ્પિક્સની સુવર્ણ ચંદ્રક વિજેતા સુસાકીને 3-2થી હરાવી હતી. ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલમાં ઓક્સાનાને 7-5થી હરાવી હવે સેમિફાઇનલમાં 5-0થી જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વિનેશને ઓછામાં ઓછા સિલ્વર મેડલની ખાતરી છે અને તે બુધવારે એટલે કે 7મી ઓગસ્ટે ગોલ્ડ મેડલ માટે સ્પર્ધા કરશે.

વિનેશ પહેલા ઓલિમ્પિકમાં માત્ર બે પુરૂષ રેસલર ફાઇનલમાં પહોંચી શક્યા છે.

2012 લંડન ઓલિમ્પિકમાં સુશીલ કુમાર અને 2020 ટોક્યો ઓલિમ્પિકમાં રવિ દહિયા ફાઇનલમાં પહોંચ્યા હતા.પરંતુ બંને છેલ્લી મેચ હારી ગયા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -