23.5 C
Ahmedabad
Friday, March 20, 2026

જન ધન-મૂળભૂત બચત ખાતાઓમાં લઘુત્તમ રકમની કોઈ આવશ્યકતા નથી, નાણામંત્રીએ આપી માહિતી


નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રાજ્યસભામાં કહ્યું હતું કે જન ધન અને મૂળભૂત બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવવાની જરૂર નથી. તેમણે વધુમાં સમજાવ્યું કે બેંકો એવા કિસ્સામાં જ દંડ લાદે છે જ્યારે ગ્રાહકો તેમના અન્ય ખાતામાં જરૂરી રકમ રાખતા નથી. નાણામંત્રીએ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નનો જવાબ આપતાં આ વાત કહી.

નાણાં પ્રધાનને જાહેર ક્ષેત્રની બેંકો પાંચ વર્ષમાં તેમના ખાતામાં લઘુત્તમ બેલેન્સ ન રાખવા બદલ ગ્રાહકો પાસેથી આશરે રૂ. 8,500 કરોડનો દંડ વસૂલવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં સીતારમણે કહ્યું, ‘બેંક ખાતામાં ન્યૂનતમ રકમ રાખવાની જોગવાઈ પીએમ જન ધન ખાતા અને ગરીબ લોકોના મૂળભૂત ખાતા પર લાગુ પડતી નથી.

આ જોગવાઈ એવા લોકો માટે છે જેમના ખાતામાં લઘુત્તમ બેલેન્સ ચોક્કસ સ્તરે રહેવાની અપેક્ષા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -