પેરિસ ઓલિમ્પિક 2024ની એક બોક્સિંગ મેચ ખુબ વિવાદોમાં રહી.આ વિવાદ જ્યારે મહિલાની વેલ્ટરવેટ કેટેગરીની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં ઈટલીની બોક્સર એન્જેલા કારિની અને અલ્ઝીરિયાની બોક્સર ઈમાન ખેલીફ વચ્ચે ટકકર થઈ ત્યારે ઉભો થયો હતો.એજેલા કારિનીએ વચ્ચે જ મેચ છોડી દીધી હતી. ઈમાન ખેલીફે 46 સેકન્ડમાં જીત પોતાના નામે કરી હતી. ત્યારબાદ આરોપ લાગ્યો કે, એક મહિલા બોકસરની મેચ પુરુષ સાથે કરાવવામાં આવી હતી. આ મુદ્દા પર ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમેટી તરફથી એક મોટું નિવેદન પણ સામે આવ્યું હતું.
મેચ શરૂ થઈ તેની 30 જ સેકન્ડમાં ઇટાલિયન બૉક્સરે ચહેરા પર સુરક્ષા માસ્ક પહેર્યું હતું…ત્યાં એક મુક્કો લાગ્યો હતો..તેઓ તરત જ પોતાના કોચ પાસે ગયાં અને મૅચ જ્યારે ફરીથી શરૂ થઈ તેની ગણતરીની સેકન્ડોમાં એંજેલા કારિની ફરીથી રિંગ પાસે જતા રહ્યા અને મેચ છોડી દીધી હતી.
ખલીફને જ્યારે વિજેતા જાહેર કરવામાં આવ્યાં ત્યારે કારીનીએ એવું કહ્યું કે, આ યોગ્ય નથી.
ઇટાલીનાં બૉક્સર કારીની ગુરુવારની બૉક્સિંગ મૅચ પછી અત્યંત દુખી હતાં.
તેઓએ કહ્યું કે, “મેં મારી સુરક્ષા માટે મૅચ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો.કારણ કે, મને પહેલાં આ પ્રકારનો ઝટકો લાગ્યો ન હતો.
ઓલિમ્પિક કમેટીની સ્પષ્ટતા
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમેટીએ એક નિવેદનમાં કહ્યું કે, ઓલિમ્પિક રમત પેરિસ 2024ની બોક્સિંગની ઈવેન્ટમાં ભાગ લઈ રહેલા તમામ એથલીટ રમતની લાયકાત અને પ્રવેશ નિયમોનું પાલન કરે છે.પેરિસ ઓલિમ્પિક 2024 (PBU) પણ નિર્ધારિત તમામ નિયમોનું પાલન કરે છે.
IOCના પ્રવક્તા માર્ક એડમ્સે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “તેમના પાસપોર્ટ મુજબ તેઓ મહિલાઓ છે.તેમણે મહિલા તરીકે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને ઘણા વર્ષોથી રમી રહી છે.”
ટેસ્ટોસ્ટેરોનના સ્તરો પરની માર્ગદર્શિકામાં આઇઓસીએ કરેલા તાજેતરના ફેરફાર વિવાદના કેન્દ્રમાં છે. નવા નિયમ મુજબ એથ્લેટ્સને હવે સ્પર્ધા કરવા માટે હોર્મોન-સ્તરના ફેરફારોના ટેસ્ટમાંથી પસાર થવાની જરૂર નથી.

