39 C
Ahmedabad
Sunday, March 8, 2026

ભારતીય હોકી ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં બ્રિટનને હરાવીને ઈતિહાસ રચ્યો,સેમી ફાઇનલમાં જગ્યા બનાવી


ભારતીય હોકી ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં બ્રિટનને હરાવીને ઈતિહાસ રચ્યો હતો અને સતત બીજી વખત ઓલિમ્પિકની સેમીફાઈનલમાં પહોંચી હતી. ચાર ક્વાર્ટરના અંતે બંને ટીમોનો સ્કોર 1-1થી બરાબર હતો. બંને ટીમોએ નિર્ધારિત સમય સુધી લીડ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો જેમાં ભારતે બ્રિટનને 4-2થી હરાવ્યું. ભારત આ મેચમાં 10 ખેલાડીઓ સાથે રમી રહ્યું હતું કારણ કે બીજા ક્વાર્ટરમાં અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યું હતું જેના કારણે તે આખી મેચમાંથી બહાર થઈ ગયો હતો. જોકે, ભારતીય ટીમે હાર ન માની અને અંત સુધી બ્રિટનને જોરદાર ટક્કર આપી. આ રીતે ભારતીય ટીમે મેડલ તરફ વધુ એક પગલું ભર્યું છે. જો ભારત સેમીફાઈનલ જીતવામાં સફળ રહે છે તો તેનું ઓછામાં ઓછું સિલ્વર મેડલ નિશ્ચિત રહેશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -