કેન્દ્ર સરકારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની રાજકોટ એઈમ્સના સદસ્ય તરીકે નિમણૂક કરી છે. ગેનીબેન ઠાકોર હવે દેશની પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થાના નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની પણ એઈમ્સના સદસ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 6,71,883 મત મળ્યા હતા.જયારે ભાજપના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીને 6,41,477 મત મળ્યા હતા. આ ચૂટણીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને 30,406 મતોથી હરાવી દીધા હતા. આ સાથે ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નવો જુસ્સો અને જોમ ભરાયો છે. ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળ્યો હતો.1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.

