27.7 C
Ahmedabad
Sunday, March 8, 2026

પારુલ ચૌધરી 5000 મીટરની રેસમાં લેશે ભાગ, એક સમયે ખેતરોમાં ખુલ્લા પગે દોડતી પારુલ આજે આકાશ આંબી રહી છે


પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં એથ્લેટિક્સની ઈવેન્ટ્સ શરૂ થઈ ગઈ છે. આજે મેરઠના ઈકલૌતા ગામની રહેવાસી પારુલ ચૌધરી 5000 રેસ ઈવેન્ટમાં ભાગ લેશે. તે રાત્રે 9:40 કલાકે 5000 રેસ ઈવેન્ટના પ્રથમ રાઉન્ડમાં ભાગ લેશે.

જો પારુલ ચૌધરી આ રાઉન્ડમાં ક્વોલિફાય થશે તો તે 5 ઓગસ્ટે બપોરે 12:40 કલાકે 5000 મીટરની દોડની ફાઇનલમાં ભાગ લેશે. આ ઉપરાંત 3,000 મીટર સ્ટીપલ ચેઝનો પ્રથમ રાઉન્ડ 4 ઓગસ્ટે બપોરે 1.25 કલાકે યોજાશે. જેમાં પારુલ ભાગ લેશે. 3 000 મીટર સ્ટીપલ ચેઝ ફાઈનલ 6 ઓગસ્ટે બપોરે 12.40 કલાકે યોજાશે.

3 000 મીટર સ્ટીપલ ચેઝમાં પારુલનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

9:15.31 મિનિટ- વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ બુડાપેસ્ટ, ઓગસ્ટ 2023

9:24.28 મિનિટ- વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ બુડાપેસ્ટ, ઓગસ્ટ 2023

9:27.63 મિનિટ- 19મી એશિયન ગેમ્સ HOC સ્ટેડિયમ હાંગઝોઉ, ઓક્ટોબર 2023

9:29.51 મિનિટ – લોસ એન્જલસ ગ્રાન્ડ પ્રિકસ ડ્રેક સ્ટેડિયમ, મે 2023

5,000 મીટર દોડમાં શ્રેષ્ઠ પ્રદર્શન

15:10.35 મિનિટ – ટ્રેક ફેસ્ટિવલ, વોલનટ અમેરિકા, મે 2023

15:10.69 મિનિટ – ટ્રેક ફેસ્ટિવલ લોસ એન્જલસ, યુએસએ, મે 2024

15:14.75 મિનિટ- 19મી એશિયન ગેમ્સ હાંગઝોઉ ચીન, ઓક્ટોબર 2023

15:36.03 મિનિટ- એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સ દોહા, એપ્રિલ 2019

15:39.77 મિનિટ- નેશનલ ફેડરેશન કપ, તેન્હીપલમ ઇન્ડિયા, એપ્રિલ 2022

એક સમયે લોકો ટોણા મારતા હતા, આજે તેઓ ગર્વ અનુભવે છે

એક સમયે ખેતરોમાં ખુલ્લા પગે દોડતી પારુલની ઓલિમ્પિકની સફર આસાન રહી નથી. શહેરથી 20 કિલોમીટર દૂર આવેલા ગામમાંથી ટ્રેનિંગ માટે શહેરમાં જવું સરળ નહોતું. ગામલોકોના ટોણા સહન કરીને મોટી બહેન પ્રીતિ સાથે સ્પર્ધાની તૈયારી કરતી વખતે તેણે ઘણું સહન કરવું પડ્યું હતું, પરંતુ આજે બધાને પારુલ પર ગર્વ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -