સ્વપ્નિલ કુસાલેએ ભારતને ત્રીજો મેડલ અપાવ્યો છે. તેણે પુરુષોની 50 મીટર રાઈફલ 3 પોઝિશનમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
ભારતના સ્વપ્નિલ કુસલેએ ઈતિહાસ રચ્યો. સ્વપ્નીલે મેન્સ 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પ્રથમ વખત કોઈ ભારતીય શૂટરે ઓલિમ્પિકની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં મેડલ જીત્યો છે. વર્તમાન ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. આ પહેલા ભારતના છેલ્લા બે મેડલ પણ શૂટિંગમાં આવ્યા હતા.
મહત્વનું છે કે,ભારતે અત્યાર સુધીમાં બે મેડલ જીત્યા છે. મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો. તે જ સમયે, મનુએ સરબજોત સાથે મળીને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ જીત્યો હતો.

