34.8 C
Ahmedabad
Saturday, March 7, 2026

SC-ST અનામત અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, અતિ પછાત જાતિઓને મળશે લાભ


સુપ્રીમ કોર્ટે અનામત મુદ્દે મોટો ચુકાદો સંભળાવ્યો. કોર્ટના ચુકાદા અનુસાર અનુસાર, અનુસૂચિત જાતિ અને જનજાતિમાં સબ કેટેગરી બનાવી શકાય છે. સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બંધારણીય બેન્ચે 6-1ના મતથી આ નિર્ણય આપ્યો હતો. આ ચુકાદાની સુનાવણી CJI ડી.વાય.ચંદ્રચુદે કરી હતી. પાંચ જજો તેમની સાથે સહમત હતા.. જોકે જ્સ્ટિસ બેલા ત્રિવેદી તેની સાથે સહમત ન હતા. આ નિર્ણયથી સુપ્રીમ કોર્ટે 2004માં 5 જજોએ આપેલા નિર્ણયને પલટી નાખ્યો.

પંજાબમાં વાલ્મિકી અને ધાર્મિક શીખ જાતિઓને અનુસૂચિત જાતિ અનામતનો અડધો હિસ્સો આપવાનો કાયદો વર્ષ 2010 માં હાઇકોર્ટ રદ કર્યો હતો. હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગુરુવારે આ અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અનામતને લઈને મોટો નિર્ણય લીધો હતો. SC/ST શ્રેણીમાં ઘણી બધી જાતિઓ છે જે અતિ પછાત છે. આ જાતિઓના સશક્તિકરણની સખત જરૂર છે.

આ સુનાવણીમાં ચીફ જસ્ટિસની સાથે જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા પણ સામેલ હતા.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયે 2004માં ઇવી ચિન્નૈયા કેસમાં પાંચ જજોના નિર્ણયને પલટી દીધો હતો. જેમાં બંધારણીય બેંચે કહ્યું કે, બંધારણના અનુચ્છેદ 341 મુજબ કયા સમુદાયોને અનામતનો લાભ મળશે તે ફક્ત રાષ્ટ્રપતિ જ સૂચિત કરી શકે છે. રાજ્યોને તેની સાથે છેડછાડ કરવાનો અધિકાર નથી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -