34.8 C
Ahmedabad
Saturday, March 7, 2026

મહીસાગર જિલ્લાના વિરપુરનો એક વિચિત્ર કિસ્સો, પત્નીએ પતિને બચકા ભર્યા


મહિસાગરના વિરપુરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો.. સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિને શ્વાન, સાપ કે અન્ય કોઈ પ્રાણી કરડે તો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે.પરંતુ વિરપુરના આ કિસ્સામાં પત્નીએ પતિને બચકું ભર્યું હતું. જેના કારણે વ્યક્તિને ધનુરનું ઈન્જેક્શન લેવું પડ્યું હતું.

મળતી માહિતી અનુસાર વિરપુરની CHC હોસ્પિટલમાં સોમવારે ઘાયલ અવસ્થામાં આવેલા એક વ્યક્તિએ જ્યારે તેને તેની પત્નીએ બચકાં ભર્યા હોવાની વાત રજુ કરી ત્યારે ડોક્ટર પણ ચોંકી ગયાં હતાં. ત્યારબાદ ડોક્ટરે યુવાનની સારવાર કરતાં તેને ધનુરનું ઈન્જેક્શન આપીને દવા આપી હતી.

આ સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ ન હતી. આ કેસ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -