રાજ્યમાં IAS અને IPSની બદલી કરવામાં આવી. 18 સિનિયર આઈએએસની બદલી કરવામાં આવી હતી જ્યારે 8 આઈપીએસને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
સુનૈના તોમર, અંજુ શર્મા, પંકજ જોશી, મનોજ કુમાર દાસ સહિતના અધિકારીઓના નામ સામલે છે. જયંતી રવિની ગુજરાતમાં રેવન્યુ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે વાપસી થઈ છે.
કોને ક્યાં મુક્યા
વિનોદ રાવને શિક્ષણ વિભાગમાંથી હટાવી શ્રમ રોજગારમાં મુકાયા
ACS સુનૈના તોમરને ઉચ્ચ અને ટેક્નિકલ વિભાગ
ACS પંકજ જોશીને બંદર અને વાહન વ્યવહાર વિભાગનો વધારાનો હવાલો
એમ.કે.દાસને CMOના ACS બનાવાયા
એમ.કે.દાસ પાસે ગૃહ વિભાગનો વધારાનો હવાલો
જયંતિ રવિ દિલ્લી ડેપ્યુટેશન પરથી પરત
જયંતિ રવિને મહેસૂલ વિભાગમાં ACS બનાવાયા
ACS અંજુ શર્માની કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારમાં બદલી
ACS એસ.જે.હૈદરની ઉર્જા અને પેટ્રોકેમિકલ્સમાં બદલી
ACS જે.પી.ગુપ્તાની આદિજાતિ વિકાસ વિભાગમાં બદલી
ટી.નટરાજન પણ દિલ્લી ડેપ્યુટેશન પરથી પરત
ટી.નટરાજનને નાણા વિભાગના અગ્ર સચિવ બનાવાયા
મમતા વર્માને ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અગ્રસચિવ બનાવાયા
મુકેશ કુમારને પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ બનાવાયા
રાજીવ ટોપનોને ચીફ કમિશ્નર સેલ્સ ટેક્સ બનાવાયા
ડો.એસ.મુરલી ક્રિષ્ણને રાજ્ય ચૂંટણી આયોગના OSD બનાવાયા
અનુપમ આનંદ રાજ્યના નવા વાહન વ્યવહાર કમિશ્નર
રાજેશ માંજુને રેવન્યૂ ઈન્સ્પેક્શન કમિશ્નર બનાવાયા
રાકેશ શંકરને મહિલા અને બાળ વિકાસના કમિશ્નર બનાવાયા
કે.કે.નિરાલાને નાણા વિભાગના સચિવ
એ.એમ.શર્માને રાજ્યપાલના અગ્ર સચિવ બનાવાયા
રાજ્યમાં 8 IPSને પોસ્ટિંગ
રાજુ ભાગર્વ આર્મ્સ યુનિટના ADGP
વિકાસ સુંદા પોસ્ટિંગની રાહમાં
બિશાખા જૈન SRPF ગ્રુપ-4ના કમાન્ડન્ટ
રાઘવ જૈનને રાજકોટ મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બનાવાયા
IPS જીતેંદ્ર અગ્રવાલને સુપ્રીટેન્ડેન્ટ પોલીસ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ એકમાં મુકાયા
નીધી ઠાકુરને વડોદરા મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બનાવાયા
IPS કોરુકોન્ડા સિદ્ધાર્થને રાજ્યપાલના ADC બનાવાયા

