37.6 C
Ahmedabad
Saturday, March 7, 2026

કેરળ : વાયનાડ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 143 લોકોનાં મોત, કેરળમાં બે દિવસનો શોક જાહેર


કેરળના વાયનાડમાં અવિરત વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. આ ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 143 લોકોના મોત થયા.જયારે સેંકડો લોકો ઘાયલ થયા છે. આ ઘટના વચ્ચે યુનિસેફનો એક રિપોર્ટ પણ સામે આવ્યો છે. જેમાં ભારે વરસાદ અને પૂરને લઈને ભયંકર દાવા કરવામાં આવ્યા છે. યુનિસેફનો દાવો છે કે માત્ર દક્ષિણ એશિયામાં જ લગભગ 60 લાખ બાળકો પૂર અને ભારે વરસાદના કારણે જોખમમાં છે.

કેરળમાં બે દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે

વાયનાડમાં ભૂસ્ખલનને કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા બાદ રાજ્ય સરકારે રાજ્યમાં બે દિવસનો શોક જાહેર કર્યો છે.

ભૂસ્ખલન પર કેરળના મંત્રી એમ.બી. રાજેશે કહ્યું કે, વિવિધ એજન્સીઓએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી આવી છે. અમે સેના પાસેથી પણ મદદ માંગી છે. જે જલ્દીથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જશે. મુખ્યમંત્રી આ અભિયાન પર નજર રાખી રહ્યા છે. તેમણે મંત્રીઓની એક ટીમને વાયનાડ મોકલી હતી. 250 લોકોને બચાવીને કામચલાઉ આશ્રય શિબિરોમાં મોકલવામાં આવ્યા છે.ફસાયેલા લોકોને હવાઈ માર્ગે બહાર કાઢી રહ્યા છીએ. બચાવ કાર્ય માટે સરકાર દ્વારા તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -