ગાંધીનગરની સોહની મોદીએ ઉજ્જૈન ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાના શ્રી મહાકાલેશ્ર્વર સાંસ્કૃતિક મહોત્સવ ૨૦૨૪માં નૃત્ય ક્ષેત્રે ગુજરાતને ગૌરવ આપાવ્યું.
ભારતીય સાંસ્કૃતિક વિરાસત કેન્દ્ર અને ગીવીંગ હેન્ડસ વેલ્ફેર ગૃપ, દિલ્હીના સંયુકત ઉપક્રમે શ્રીનૃત્યાંજલિ દ્વારા મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાનો ‘શ્રી મહાકાલેશ્ર્વર સાંસ્કૃતિક મહોત્સવ – ૨૦૨૪’ માં ભારતના જુદાજુદા રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો.
જેમાં ગુજરાતમાંથી ક્રિએટીકા થિયેટર હબની કલાકાર સોહની મોદીએ ભારતીય શાસ્ત્રીય નૃત્ય કત્થકમાં ભાગ લઈ રાષ્ટ્રીય ક્ષેત્રે તૃતીય પુરસ્કાર પ્રાપ્ત કરી પોતાનાં ગુરુ, માતાપિતા તથા પરિવારનું નામ રોશન કર્યું તદુપરાંત તેમની પ્રસ્તુતીથી નિર્ણાયકો તેમજ દર્શકોમાં ખુબ જ અનેરી છાપ છોડી હતી.

