27.5 C
Ahmedabad
Saturday, March 7, 2026

દહેગામ : રખિયાલ અને કલ્યાણજીના મુવાડા વચ્ચે રોડ પર ગાબડું,જિલ્લા સદસ્ય ભરતસિંહ ઝાલા દ્રારા તંત્રને રજૂઆત


દહેગામ તાલુકાના રખિયાલ પંથકમાં વહેલી સવારે ચાર વાગ્યાંથી ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસ્યો હતો.

સાથે જ રખિયાલની આસપાસનાં માસંગ,પીંમ્પલજ, માણેકપુર, વડોદમાં પણ આખો દિવસ વરસાદી માહોલ છવાયો હતો..

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી દહેગામનાં સાહેબજીના મુવાડા ગામેથી પસાર થતી મેસ્વો નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી..

દહેગામનાં ઘણીયોલ પાસે ખારી નદીમાં પાણી આવતા લોકો જોવા ઉમટી પડ્યા હતા.

તો કલ્યાણજીના મુવાડા પાસે રસ્તા પર ગાબડું પડતા વાહન ચાલકો માટે જીવનું જોખમ ઉભું થાય એમ છે..જો ગાબડું ધરાશાયી થાય તો રાત્રે અંધારામાં વાહન ચાલકો ગાબડામાં પડે તેવી ભીતી સેવાઈ હતી..મળતી માહિતી મુજબ જિલ્લા પંચાયત સદસ્ય ભરતસિંહ ઝાલા દ્વારા તંત્રનાં અધિકારીઓને રજુઆત કરતા જેસીબી દ્વારા ગાબડું રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બીજી તરફ પાટનાકુવા, ધનિયોલ, બાબરા, ઉદણ સહિતનાં ગોમોમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.તો ઘણીયોલ પાસે ખારી નદીમાં નવા નીર આવતા લોકો જોવા ઉમટી પડ્યા હતા.

થોડા દિવસ પેહલા પેડલા ધોધમાર વરસાદથી મટાવાળા કંપા પાસે રેલવે (વડાવાળું ) ગરનારુંમાં પાણી ભરતા મટાવાળા કંપા સંપર્ક વિહોણું બન્યું હતું..સ્કૂલ બસ આવી ન શકી હોવાથી બાળકોએ ઘરે બેસી રહેવાનો વાળો આવ્યો હતો. જેથી વાલીઓ પણ પરેશાન થયા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -