24.2 C
Ahmedabad
Friday, March 6, 2026

નેપાળ: કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ, વિમાનમાં સવાર 19માંથી 18નાં મોત


નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે સવારે ખાનગી એરલાઇન કંપની સૌર્ય એરલાઇન્સનું વિમાન ટેકઓફ કરતી વખતે ક્રેશ થયું હતું. જેમાં 19 લોકો સવાર હતા. જેમાંથી 18 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેન પોખરા જઈ રહ્યું હતું અને લગભગ 11 વાગ્યે ક્રેશ થયું હતું.એરપોર્ટ પર તૈનાત એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે વિમાનના પાયલટને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતા.તેમણે કહ્યું કે વિમાનમાં લાગેલી આગને ઓલવી લેવામાં આવી છે. પોલીસ અને અગ્નિશામક દળના જવાનો દ્વારા અકસ્માત સ્થળે બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોખરા જઈ રહેલી સૌરી એરલાઈન્સનું પ્લેન ટેકઓફ દરમિયાન રનવે પરથી ઉતરી ગયું ત્યારે આ અકસ્માત થયો હતો. પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત 19 લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત સ્થળેથી પાંચ મૃતદેહો મળી આવ્યા છે. જહાજના કેપ્ટન એમઆર શાક્યને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એરપોર્ટ પર ધુમાડાના ગાઢ વાદળો જોવા મળ્યા હતા. પોલીસ અને અગ્નિશામક દળના જવાનો અકસ્માત સ્થળે બચાવ કામગીરી કરી રહ્યા છે. દુર્ઘટના બાદ કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટને સાવચેતીના પગલા તરીકે બંધ કરી દેવામાં આવ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -