26.6 C
Ahmedabad
Thursday, March 5, 2026

ઇટાલીના PM મેલોનીની મજાક ઉડાવનાર પત્રકારને રૂ.4.57 લાખનો દંડ,પત્રકારે કહ્યું હતું : તમે માત્ર 4 ફૂટના છો


ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની ઊંચાઈની મજાક ઉડાવવી પત્રકાર માટે મોંઘી સાબિત થઈ. એક સ્થાનિક કોર્ટે સોશિયલ મીડિયા પોસ્ટની મજાક ઉડાવવા બદલ પત્રકારને 5465 ડોલર (4.57 લાખ)નો દંડ ફટકાર્યો હતો.

વર્ષ ઓક્ટોબર 2021નો મામલો છે. જ્યારે એક પત્રકાર જિયુલિયા કોર્ટેસે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની ઊંચાઈ વિશે ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયા પર પીએમ મેલોની પર કરેલી ટિપ્પણી બાદ પત્રકાર કોર્ટેસની મુશ્કેલીઓ વધી ગઈ હતી. ઈટાલીના પીએમ મેલોનીએ પત્રકાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી. વાસ્તવમાં, મેલોનીએ કોર્ટેસ દ્વારા પ્રકાશિત તેમના ફોટોગ્રાફ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ ફોટોગ્રાફ નકલી છે. ફોટામાં પૃષ્ઠભૂમિમાં સ્વર્ગસ્થ ફાશીવાદી નેતા બેનિટો મુસોલિનીની તસવીર હતી.

પત્રકાર કોર્ટે ટ્વીટ કર્યું હતું,કે હું તમારાથી ડરતો નથી. હું તમને જોઈ પણ શકતો નથી, કારણ કે તમારી ઊંચાઈ માત્ર 1.2 મીટર (4 ફૂટ) છે. તમને જણાવી દઈએ કે વિવિધ મીડિયા વેબસાઈટ પર મેલોનીની ઊંચાઈ 1.58 થી 1.63 મીટર જણાવવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -