અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો. પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન તેમને ગોળી વાગી હતી. આ ફાયરિંગની ઘટનામાં ટ્રમ્પ ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રમ્પના ચહેરા અને કાન પર લોહીના નિશાન દેખાઈ રહ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં ટ્રમ્પ ખતરાની બહાર છે. તેની હેલ્થ સારી છે. સિક્રેટ સર્વિસે બંને શૂટરોને મારી નાખ્યા હતા.
હુમલા પછી ટ્રમ્પનું પ્રથમ નિવેદન
હુમલા બાદ ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું, ‘મને મારા જમણા કાનના ઉપરના ભાગમાં ગોળી વાગી હતી. ગોળી કાનના ઉપરના ભાગમાં વીંધીને બહાર નીકળી હતી. ખૂબ લોહી વહેતું હતું. ભગવાન અમેરિકાનું ભલું કરે.’ પૂર્વ રાષ્ટ્રપતિ પર ફાયરિંગની આ ઘટના બાદ અમેરિકામાં ખળભળાટ મચી ગયો.રેલીમાં હાજર એક વ્યક્તિનું પણ ગોળી વાગવાથી મોત થયું હતું.

