26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખો ભક્તો ઉમટ્યા; વડાપ્રધાને અભિનંદન પાઠવ્યા હતા


અમદાવાદમાં આજે ભગવાન શ્રી જગન્નાથ ની 147 મી રથયાત્રા નીકળી હતી.. આજે અષાઢી બીજે વહેલી સવારે 3.45 કલાકે ગૃહમંત્રી અમિત શાહ તેમના પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચીને પરિવાર સાથે મહામંગળા આરતી કરી હતી આ સાથે પહિંદવિધી સહિતના કાર્યક્રમ પણ યોજાયા હતા. ભગવાન જગન્નાથ પણ ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યા માટે રવાના થયા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા હતા

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે , ‘રથયાત્રા ઉત્સવ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. અમદાવાદની આ રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે. આ પવિત્ર દિવસે ભગવાન સ્વયં શહેરીજનોને દર્શન આપવા બહાર આવે છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સલામત રીતે સંપન્ન થાય તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પવિત્ર તહેવાર ગુજરાત અને સમગ્ર દેશ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના.

દેશમાં પુરી ઉપરાંત, ગુજરાતના અમદાવાદ, ઉત્તર-પૂર્વમાં ત્રિપુરા, ઝારખંડની રાજધાની રાંચી, વારાણસી અને પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત અન્ય ઘણા રાજ્યોમાં પણ રથયાત્રાઓ કાઢવામાં આવે છે.

પુરીમાં કડક સુરક્ષા વ્યવસ્થા

પુરીમાં ભીડ નિયંત્રણ અને નિયમન માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક અને પાર્કિંગને લગતી બાબતો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -